STORYMIRROR

Sapana Vijapura

Drama

4  

Sapana Vijapura

Drama

બા

બા

2 mins
564


વહાલનું મીઠું ઝરણ છે બા,

સ્વર્ગ તારે તો ચરણ છે બા,


દેવ દેવીથી વધુ પાવન,

એક તારું બસ સ્મરણ છે બા,


ઢાલ મારી તું બની જાય છે,

દુ:ખની સામે આવરણ છે બા,


જીવથી વ્હાલું છે હર બાળક,

તુજ દુઆ હર એક ક્ષણ છે બા,


તારું હું પ્રતિબિંબ મારી બા,

હું નજર આવું દર્પણ છે બા,


ફૂલની માફક તું રાખે છે,

જિંદગી તો એક રણ છે બા,


તું લડી લે સર્વ મુશ્કેલીથી,

આમ કોમળ પણ કઠણ છે બા,


આશ જ્યારે ડૂબતી મારી,

એક 'સપના'નું કિરણ છે બા.



Rate this content
Log in

Similar gujarati poem from Drama