ચાલને સહેલી
ચાલને સહેલી
ચાલને સહેલી મેળે જઈએ
હૃદય કુંજના સ્નેહીને મળવા
ચાલને સહેલી મેળે જઈએ....
રંગબેરંગી ચુંદડી ઓઢી
થોડા ચંદ્ર થોડા તારલા ઓઢી
ચાલને સહેલી મેળે જઈએ..
સૂરજને ઢાંકીશું સહેલી
થોડી લાજ કાઢી થોડી ધૂળ ઉડાડી
ચાલને સહેલી મેળે જઈએ..
ગરબા ગાઈશું, નૃત્ય કરીશું
થોડા મનમોર બની ટહુકીશું
ચાલને સહેલી મેળે જઈએ...
કૃષ્ણ બનીશું રાધા બનીશું
જન્મોજન્મના પ્રેમીને મળવા
ચાલને સહેલી મેળે જઈએ.