વરણાગી વાલમ
વરણાગી વાલમ
નહીં આવું નહીં આવું
વરણાગી વાલમ
તારી હારે નહીં આવું
મુખ રૂપાળું ને મૂંછ તારી ફાંકડી
અણીયાળી તીખીતીખી આંખલડી ફાંકડી
નહીં આવું નહીં આવું
વરણાગી વાલમ
તારા સપનામાં નહીં આવું
મોગરો મલકાય ને પારિજાત મહેંકે
બોર કેરી આમલીની વાડલીઓ છલકે
નહીં આવું નહીં આવું
વરણાગી વાલમ
તારી વાડીએ નહીં આવું
સંગેમરમરની હવેલી તારી ઝળકે
સોનારૂપલાની ઘુઘરી માહી ખનકે
નહીં આવું નહીં આવું
વરણાગી વાલમ
તારી હવેલીએ નહીં આવું
મધથી ય મીઠી તારી વાણી મને કનડે
કાતિલ નજરોથી તારી દિલ મારું ફફડે
નહીં આવું નહીં આવું
વરણાગી વાલમ.
તારી પ્રેમજાળમાં નહીં આવું

