અરરર્ નજરૂં લાગી
અરરર્ નજરૂં લાગી
અરરર્..નઝરૂં લાગી રે
મુને નઝરૂં લાગી....
તીખા તીખા નૈણથી
ઝહરીલી નઝરૂં લાગી...
મુને નઝરૂં લાગી...
ડાકલાં ગજાવ્યા..
વૈધડાં બોલાવ્યા
મૂવું ના ઉતાર્યું ઝહર..
અરરર્ નઝરૂં લાગી રે..મુને નઝરૂં લાગી.
વિંછુડાંસા ડંખ અધરે
વિષેલાસા બાણ કાળજે
હાય રે ! મૂવું વધ્યું રે ઝહર..
અરરર્ નઝરૂં લાગી રે..મુને નઝરૂં લાગી.
પિયુ મુને પ્રાણ પિયારો
પરેમ સોતનને કરે
હાય રે !..તરછોડે મુને..
અરરર્ નઝરૂં લાગી રે..મુને નઝરૂં લાગી.
વિષ ઘોળ્યું રે કંઠે
પ્રીતડી તોય ના ઘટે
આયખું મૂવું થયું ઝહર રે..
અરરર્ નઝરૂં લાગી રે..મુને નઝરૂં લાગી.

