કાનુડા તારી ગોવાલણ
કાનુડા તારી ગોવાલણ
કાનુડા તારી ગોવાલણ
હજી નિરખે રાહ રે
ઝૂકેલી કદંબ ડાળ તળે
હજી નિરખે રાહ રે
કાનુડા તારી ગોવાલણ.....
ઈંઢોણી હાલકડોલક ને
કુંડળ હાલકડોલક રે
મટકી ભરી યમુના નીરે
અશ્રુધારા વહાવે રે...
કાનુડા તારી ગોવાલણ
હજી નીરખે રાહ રે....
રુમઝુમ રુમઝુમ ઝાંઝર બોલે
આંખલડી આકુળવ્યાકુળ રે..
મટકી ફોડે નેહ વરસે
ક્યારે હું ભીંજાઈશ રે..
કાનુડા તારી ગોવાલણ
હજી નીરખે રાહ રે...
મન કૃષ્ણ તન મોરલી રે...
અધરે ધરશે કા'નો ક્યારે મોરલી રે..
ક્યારે રેલાવશે સૂર મોરલીના રે..
ક્યારે ફૂંકશે પ્રાણ વ્રજનારીના રે..
કાનુડા તારી ગોવાલણ
હજી નીરખે રાહ રે.

