સાક્ષાત લક્ષ્મી
સાક્ષાત લક્ષ્મી
હતી તે લઘરવઘર
વિખરાયેલા વાળ
મેલીઘેલી
પણ
હતી આંખોમાં ચમક
ચમક ચમક
તેજથી ભરેલી
આંગણે મારે
આવી ઊભી રહી
આંગણમાં પ્રગટેલા
દિવાળીનાં દીવડા
ઝાંખા લાગ્યાં
તેનાં ઝળહળતા
તેજ પાસે...
એકાએક
આવ્યો ઉમળકો
હૃદયે મારે
લીધી બાથમાં
એ
બાળકીને
સાક્ષાત લક્ષ્મીને
લઈને બાથમા એ
બાળકીનો
ભરી દીધો ખોબો
પકવાનથી..
પૈસાથી..
પણ એ
ગાંડીએ
તો
ભરી દીધો
સુનો સુનો
ખોળો મારો
વાત્સલ્યથી..
હેતથી..
ઊમટી આવ્યું
ઝરણું
માતૃત્વનું
હૃદયે
મારે..
દિવાળી ટાણે.