લાડ લડાવું
લાડ લડાવું
1 min
349
કળી મોગરાનો હાર બનાવું
પારિજાત પગમાં પધરાવું
માખણ મિસરી ઘોળી ઘોળી
મારા કા'નાને લાડ લડાવું...
વાંકડિયા ઘુંઘરાળા વાળ સજાવું
માથે મુગટ મોરપીંછ પહેરાવું
કમરે ઘુઘરી કંદોરો કસથી બાંધી
મારા કા'નાને લાડ લડાવું....
તોફાન કરે તો દોરડે બાંધુ
હોય ભલે આખા જગતનો સુબો
છાતીએ લગાડી પ્રેમથી ધવડાવું
મારા કા'નાને લાડ લડાવું.
