સૂનો માંડવડો આજ
સૂનો માંડવડો આજ
કાળજા કેરો કટકો મારો, છૂટી ગયો છે રે આજ,
મમતા રડી કહે છે વેળુમા, વીરડો મીટી ગયો છે આજ,
રોકાતો નહીં ધરતી ઉપર, જેનો પગ થીજી ગયો છે આજ,
ધૂમકા દેતી જે આગણે, ઈ આરો ઓળંગશે આજ,
અર્પી લાડ ખજાનો ભાઈ, બાપ કિંકર્તવ્યમૂઢ થયો છે આજ,
ડુંગરા જેવો ઉંબરો લાંધ્યો, અરજે મારી લડકીએ આજ,
ડોલીએ બેઠી લાડલી મારી, હેતનો ડૂબ્યો છે ચાંદ આજ,
ખુશ રેજે લાડલી મારી, આશીર્વાદ આપે છે બાપ આજ,
લાડડી પામી સુલ્તાન થયો’તો, કંગાળ બન્યો છું આજ,
જાન-ઊઠી છે જાણે જાન-ગઈ, થયો છે સૂનો માંડવડો આજ.
શબ્દ સૂચિ:-
(કિંકર્તવ્યમૂઢ –મૂઢ-અવઢડ- શું કરવું અને શું ન કરવું તે વિચાર નથી આવતો તેવી સ્થિતિ) (વેળુમા-રેતીના ઢગલામાં) (વીરડો-મીઠા પાણીનું ઝરણું )
“ઈતી શુભમ ભવતુ”