શબ્દસલામી
શબ્દસલામી
મુઠ્ઠી ભરી ને ચાલો વાવીએ ઝંખના; બળી ગગનચૂંબી કવિતા
સીમ ભરી ઉગાડો લીલાશ; માનવતા ઝંખતી કસૂંબલ કવિતા
ખોબો ભરીને શમણાં પી ને હવે; માંગ રાષ્ટ્રઆરાધની કવિતા,
રોમ રોમ માણ ફૂટ્યું આકાશ; સીમા પર માંગે હિસાબ કવિતા
ઉત્સાહનાં મણકા માતૃભાષે; દઉ શબ્દસલામી આક્રંદ એક કવિતા
પૂર્ણિમાની ડાળે ઝૂલે ઝૂલી; ટહુકા કરતી થનગની એક કવિતા,
નાગરિકો અને સૈનિકોનું કરે ભવ્ય સન્માન; સ્પષ્ટતા એક કવિતા
કરૂણતા અને સંવેદનશીલતાથી; પરોવી રૂવે શબનબી કવિતા
રૂપ રંગ રસથી છલકે મધુરી; અલૌકિક કાવ્યલોકમાં કવિતા.