કિસ્સો થઈ ગયો
કિસ્સો થઈ ગયો
એ મારા હૃદય નો વિશાળ હિસ્સો થઈ ગયો,
અને હું એનું સર્વસ્વ હોવાનો કિસ્સો થઈ ગયો,
જે હર વાતમાં સૌ પહેલાં રહેતો મારા મોઢે,
હું પળમાં એનો વિસરાયેલ કિસ્સો થઈ ગયો,
આંખો અમારી દીદારને તરસતી રહેતી સદા,
એ ક્ષણો હવે વિતેલ સમયનો હિસ્સો થઈ ગયો,
નજર સામેથી જ્યારે થાય છે પસાર મારો જીવભેરુ,
પરમ સ્નેહી જાણે, અજાણી ભીડનો હિસ્સો થઈ ગયો,
હું તીર્થ થઈ સાવ સ્થૂળ સ્થિર થયો એની પ્રતીક્ષામાં,
અને બંદગીના જીવતરનો એ અશ્રુ ભીનો કિસ્સો થઈ ગયો.