જિંદગી એ જાણે સાપસીડી
જિંદગી એ જાણે સાપસીડી
જિંદગીના અવનવા આટાપાટામાં અટવાયો છું,
નીકળીશ બહાર સાંગોપાંગ એવો ક્યાં ફસાયો છું ?
ઉખાણાં રચવાને ઉકેલવામાં ક્યાંક ભટકાયો છું,
મજબૂરી કે મજબૂતીનાં વિચારોમાં ખોવાયો છું....
સાપસીડીની આ રમતમાં ઉપર- નીચે મંડાણો છું,
સત્ય પૂજતો મક્કમ ઈરાદાઓથી સવાયો છું....
ભટકાતો પટકાતો તોય સીધો ચાલ્યો છું,
સત્કર્મો સાથે પવિત્ર નીતિ પ્રભુથી પ્યારો છું....
વિચારોના વમળમાં પણ આચારોમાં સાચો છું,
સ્વજનોના સ્નેહરૂપી વર્ષાથી ભીંજાણો છું...
મનખાની માયાજાળમાં થોડોક ગૂંચવાયો છું,
સ્થિર કર નૌકા 'ચેતન' તોફાનોમાં પલટાયો છું.