સમાજસેવા
સમાજસેવા


અમને આવડતું નહોતું દેખાડો કરતા,
બાકી સમાજસેવા તો અમે ય કરતા હતા,
એ વખતે નહોતું ચલણ આટલુ સોશિયલ મીડિયાનું,
બાકી જરૂરિયાતમંદને મદદ અમે ય કરતા હતા.
હજુ તો પા પા પગલી કરો છો તમે સમાજસેવીઓ,
બાકી સેવાની ડગર તો અમે ય ભરતા હતા,
કાર્ય કરી કરી ને પ્રચાર નહોતા કર્યા અમે,
બાકી એ વખતે પ્રચારના ચોપાનિયા પણ ફરતા હતા.
વૉટ્સએપ્પ ગ્રુપમા ગમે તેમ બોલતા તમે,
બાકી અમો તો વડીલોની આંખથી પણ ડરતા હતા,
નવરા થાઓ ત્યારે સમાજસેવા કરતા તમે,
બાકી અમે તો કામ પડતું મૂકી સમાજ ને સાચવતા હતા.
કેટકેટલા કલંક માથે હોય તોય મોટેથી બોલતા તમે,
બાકી અમે તો સપનામાં પણ કલંકિત થઇ,
એ તો ઊંઘમાં પણ ઝબકતા હતા.
સમજાવો 'સમાજ' સાનમાં બનાવટી બેખબરો ને,
બાકી અમે મેવા નહિ ફક્ત સેવા માટે જ તડપતાં હતા.