કોરોના વોરિયર્સને સલામ
કોરોના વોરિયર્સને સલામ


દુનિયા જેનાથી ભાગે છે એને અમે પકડીએ છીએ,
પારકાને કાયમ પોતીકાની જેમ સાચવીએ છીએ,
દરેક ખૂંખાર વાયરસ જોડે વૉર અમે છેડીએ છીએ,
સૌના હદયમાં ભગવાન બની જીવીએ છીએ,
હા અમે ડોકટર/નર્સ છીએ.
બીવી-બચ્ચા છોડી બંદોબસ્તમાં અમે રહીએ છીએ,
મોત જોડે ઇશ્ક થાય કાયમ રિસ્ક એવું લઈએ છીએ,
વાયરલ ના થાય વાયરસ વચ્ચે અમે આવીએ છીએ,
ઈજ્જત થાય કે ન થાય બેઈજ્જત વધુ થઇએ છીએ,
હા અમે પોલીસ છીએ.
કરી ના શકે કોઈ એવું કામ અમે કરીએ છીએ,
ગેરહાજરીમાં નમકની જેમ યાદ અમે આવીએ છી
એ,
કંઈક વાયરસને ઉગતા જ ડામી દઈએ છીએ,
કદર થાય કે ન થાય દરકાર સૌની કરીએ છીએ,
હા અમે સફાઈ કામદાર છીએ.
દરેક કામમાં દોષી સાબિત થઈએ છીએ,
સમયસર જાગીએ તોય કુંભકર્ણ કહેવાઈએ છીએ,
ખરે સમયે અમેજ નિર્ણાયક સાબિત થઈએ છીએ,
છતાંય લોકોની નજરમાં જલસા-મોજ અમે કરીએ છીએ,
હા અમે સરકારી તંત્ર છીએ.
દરેક કોરોના વોરિયર્સને સલામ અમે કરીએ છીએ,
તમારી ખુશહાલી આરોગ્યની દુઆ અમે માંગીએ છીએ,
તમારી સેવાઓ સામે નતમસ્તક અમે થઇએ છીએ,
કહે છે "ચેતન" કાયમ આભારી તમારા થઇએ છીએ.