એ જિંદગી
એ જિંદગી
દોડી દોડી ને થાકી ગઈ છે એ જિંદગી,
હવે સમય છે તો આરામ કરી લે એ જિંદગી,
પરિવાર સાથે સમય માણી લે એ જિંદગી,
મસ્તીની આ પળોને મહેકાવી દે એ જિંદગી...
લોકડાઉનમાં ના થા તું ડાઉન એ જિંદગી,
થાક્યું છે હેરાફેરીથી આ ટાઉન એ જિંદગી,
બચપણના બાકી ખેલ ખેલી લે એ જિંદગી,
શોખ કેરા રંગમાં રંગાઈ લે એ જિંદગી...
ખુશનુમા પ્રકૃતિનો શ્વાસ ભરી લે એ જિંદગી,
પદ-પ્રતિષ્ઠાનો પ્રેમ છોડી દે એ જિંદગી,
ત્યજીને બધું પોતા માટે તું જીવી લે એ જિંદગી,
એકાંત ને અવસર બનાવી મ્હાલી લે એ જિંદગી...
માબાપરૂપી ભગવાનના ખોળામાં આળોટી લે એ જિંદગી,
મકાન કેરા ઘરને સ્વર્ગ તું માની લે એ જિંદગી,
સ્વાર્થ પર સવાર દુનિયાની સવારી છોડી દે એ જિંદગી,
"ચેતન" ને મહેમાન નહિ માલિક માની લે એ જિંદગી...