લક્ષ્મણરેખા
લક્ષ્મણરેખા
કોરોના કોરોના કોરોના, આખો દિવસ ના કરોને ,
બનો હકારાત્મક, એક દિવસ તે પણ કેહશે છોડોને.
કંઈક આવ્યા ને કંઈક ગયા છે આવા, ખોટું મગજના ફોડોને ,
૯૭ થાય છે સાજા ૧૦૦ માંથી, બસ લક્ષ્મણરેખા ના તોડોને.
ડૉક્ટર્સ નર્સ પર રાખી ભરોસો, એમનું કહ્યું માનોને,
પોલીસ સેના ખડેપગે છે આપણી, એમને આદર આપોને.
સરકાર સદાય સાથે છે આપણી, એમને સહયોગ આપોને,
શ્રમયોગીઓને સહકાર આપી, સાચો ભાઈચારો કેળવોને.
ભારતવર્ષ છે એક સદા, સાચા ભારતીય બનોને.
૨૧ દિવસ ભીતરમાં ભળી, બાકી કુદરત પર છોડોને.
મુશ્કેલીમાં મદદ માટે અવ્વલ ગુજરાતી,
આ મહામારી સામે પડોને,
પોતે જીતી પરિવાર ના હારે,
માટે "ચેતન" બનીને લડોને