ભગવાન તું છે ક્યાં ?
ભગવાન તું છે ક્યાં ?


આજ પુર્યો છે તને ઘરમાં તારા,
પૂજારી બન્યા છે નવરાધૂપ તારા,
ખાલી પડ્યા છે ભંડારા તારા,
નથી લેનારા કોઈ પ્રસાદ તારા,
હે ભગવાન તું છે ક્યાં ?
આજ મરે છે હજારો લોકો તારા,
બધાના મોઢા પર છે નામ તારા,
ઘર મા કરે કાયમ દીવા તારા,
શમણાં મા પણ સ્મરણ તારા,
હે ભગવાન તું છે ક્યાં ?
સંકટની આ ઘડીમા શોધે છે હાથ તારા,
કાન બન્યા અધીરા કંઈક સાંભળવા મોઢે તારા,
કરી એ પ્રાતઃ રોજ શંખનાદ તારા,
ઘર ઘર મા ગુંજે આજ નારા તારા,
હે ભગવાન તું છે ક્યાં ?
ધરાવ્યા યજ્ઞહવનમા છપ્પન ભોગ તારા,
દોરા ધાગા તાવીજ ઘણા પેહર્યા તારા,
કણકણમાં છે આવાસ તારા,
પૂજ્યા છે નામ કેરા પથ્થર તારા,
હે ભગવાન તું છે ક્યાં ?
ભગવાનનો જવાબ :
ના શોધ મને મંદિરોમાં તારા,
ડૉક્ટર નર્સમાં સેવા કરવા આવીશ તારા,
કામદાર બની ઘરનો કચરો ઉઠાવીશ તારા,
પોલીસ બની બહાર કદમ અટકાવીશ તારા,
શબ્દો બની સરકારી પરિપત્રોમાં આવીશ તારા,
સહકાર આમને આપશો તો કુળ હંમેશા તારીશ તારા.