STORYMIRROR

chetan kapadiya

Inspirational

3  

chetan kapadiya

Inspirational

લોકડાઉનના અંતે પ્રિયતમા

લોકડાઉનના અંતે પ્રિયતમા

1 min
12.1K

આ દિવસો જશે ને ફરી એ દિવસો આવશે, 

કોરોનાનો કહેર મટશે ને સોનેરી દિવસો આવશે, 


ઘરનાં દરવાજા ખુલશે ને ભીડમાં ભગાશે, 

સ્કૂટર પર પિયુના ખુલ્લામાં ઉડાશે, 


શાળા ઓફિસની ચિંતામાં વહેલું ઉઠાશે, 

રાહ જોતા પિયુની અગાશીમાં ટહેલાશે, 


રવિવારે મસ્ત ગાર્ડનમાં ઘુમાશે,

પિયુને ના ગમે તોય પકોડી ખવાશે,


ભેળા રહી પરિવારનાં પાઠ શીખાશે, 

ચહેરા પર હસી હવે કાયમ રખાશે,


લોકડાઉનના દિવસો ના કદી ભૂલાશે, 

દુઃખભરી ખુશી સાથે આ પળો કાયમ ગવાશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational