સ્વયં સર્વોત્તમ ગણાય છે
સ્વયં સર્વોત્તમ ગણાય છે
ઘરે કોઈ આવે તો દરવાજેથીજ પાછા વળાય છે,
કોઈકના ઓટલે બેસી માનવસેવાની વાતો કરાય છે.
મુઠ્ઠી રૂપિયા આપવા બહેનનેય વિચાર કરાય છે,
ભાઈ મરે ભૂખે ને બીજે અન્નની વહેચણી કરાય છે.
સેવા નહિ મા-બાપની ને સમાજસેવાની સલાહ અપાય છે,
પ્રેમ નહિ પરિવારને ને નેતાઓને પ્રણામ કરાય છે.
મેં કર્યું આ, શરૂઆત થઇ મારાથી એવા ગુણલા ગવાય છે,
કરેલા કર્મો એમ વોટ્સઅપ પોસ્ટસથી થોડા ધોવાય છે ?
ઘરની પાઈ નહિ ખર્ચવાનો સિદ્ધાંત સચવાય છે,
સહિયારું હોય દાન ને સ્વયં સર્વોત્તમ ગણાય છે.
દરેક કાર્ય પાછળ ચોક્કસ તર્ક લગાવાય છે,
મર્મમાં સમજો તો સારુ 'ચેતન' જાહેરમાં ક્યાં કહેવાય છે !