કોને હતી ખબર
કોને હતી ખબર


આવા દિવસો પણ આવશે કોને હતી ખબર,
માણસથી ભાગશે માણસ અહીં કોને હતી ખબર..
મંદિરોમાં કેદ થશે ભગવાન કોને હતી ખબર,
ઘરરૂપી જેલના બનીશું કેદી અહીં કોને હતી ખબર..
રોકાશે એ જીતશે રેસ કોને હતી ખબર,
દોડીને મેળવશો હાર અહીં કોને હતી ખબર..
શહેરમાં છવાશે સન્નાટો કોને હતી ખબર,
ગામડુ હવે લાગશે ગમવા અહીં કોને હતી ખબર..
એકવીસમી સદી હાથ ધોતા શીખશે કોને હતી ખબર,
ટેક્નોલોજી સામે જીતશે પ્રકૃતિ અહીં કોને હતી ખબર..
ખોરાક સહીત બેસણા બનશે ઓનલાઇન કોને હતી ખબર,
દૂરિયાં બનશે જીંદગી અહીં કોને હતી ખબર..
અંતિમ દર્શન થશે દુર્લભ એવી કોને હતી ખબર,
સમય જ સમજાવશે "ચેતન" અહીં કોને હતી ખબર.