આજ માનવતા મુંજાય છે
આજ માનવતા મુંજાય છે

1 min

23.8K
જીવંત છે માનવતા એવું પુરવાર કરાય છે,
મદદ ઓછી ને ઝાઝી તસવીર કેદ કરાય છે.
લાચાર છે મજબુર મન ને મોઢું મલકાય છે,
પ્રસિદ્ધિ માટે તમારી કોઈકનો ડુમો અટવાય છે.
પ્રત્યેક ક્લિક થકી ઘા મોટા કરાય છે,
મલમરૂપી કરેલી પોસ્ટથી સંવેદના શરમાય છે.
જનસેવાના નામે અંગત સિદ્ધિઓ ઉમેરાય છે,
જીવંત બનાવવા યાદો કંઈક ઈજ્જત ઉતારાય છે.
ગુપ્તદાનનો મહિમા ક્યાં હવે સમજાય છે ?
નામ ના હોય યાદીમાં તો મહાભારત રચાય છે.
સળગતા સમાજની વેદનાથી સ્ટેટસ ઊભરાય છે,
જોઈ બધું આ "ચેતન" આજ માનવતા મુંજાય છે.