આ રંગો..!
આ રંગો..!


નાના-મોટાનો ભેદ રાખતા નથી આ રંગો,
જુઓ એકબીજામાં કેવા ભળે છે આ રંગો..!
એકબીજા ઉપર કેવા રેલાય છે આ રંગો
ને' એક-બીજાનું સન્માન પણ જાળવે છે આ રંગો..!
અનેકતામાં એકતાં દેખાડે છે આ રંગો,
મેઘધનુષ જ્યારે આકાશમાં બનાવે છે આ રંગો..!
ધરા ને પણ રંગીન બનાવે છે આ રંગો,
ફૂલોની રંગીન ચાદર જ્યારે સજાવે છે આ રંગો..!
સુંદરતા કેવી નિરાળી છતી કરે છે આ રંગો,
એકબીજાં સાથે જ્યારે ભળે છે આ રંગો..!
પ્રસંગો, તહેવારોમાં સદા 'અમન' સાથ હોય છે આ રંગો,
દિવાળી ને' હોળી ના પ્રતીક લાગે છે આ રંગો..!