રંગ બદલવામાં ઉત્તમ આવ્યો..!
રંગ બદલવામાં ઉત્તમ આવ્યો..!
1 min
241
લગાવી છે હોડ, માણસે કાચિંડા સાથે,
હરીફાઈમાં માણસ, રંગ બદલવામાં ઉત્તમ આવ્યો ..!
માણસાઈની હવે, કરવી પડશે મલમપટ્ટી,
કે સ્વાર્થી માણસ, રંગ બદલવામાં ઉત્તમ આવ્યો..!
સંબંધો વચ્ચે ચણી છે દીવાલ, લાગણીઓથી થયો છે વિમુખ,
કે અહમી માણસ, રંગ બદલવામાં ઉત્તમ આવ્યો..!
દૌલત-શોહરતની આ દુનિયા છે, નિયતમાં એની ખોટ છે,
કે લાલચુ માણસ રંગ બદલવામાં ઉત્તમ આવ્યો..!
