વાત તું કર યાર
વાત તું કર યાર


ઉદાસીની વાત ન કર યાર,
ખુશ રહેવાની વાત તું કર યાર..!
માયુસીની વાત ન કર યાર,
જિંદગીની અલ્લડ વાત તું કર યાર ..!
મરવાની વાત ન કર યાર,
જિંદગી ને મોજથી જીવવાની વાત તું કર યાર..!
એકલતાની વાત ન કર યાર,
મિત્રો સાથે દિલ ખોલીને વાત તું કર યાર..!
તોડવાની વાત ન કર યાર,
સંબંધો જોડવાની વાત તું કર યાર..!
જુદાં થવાની વાત ન કર યાર,
ફરી ભેગા થવાની વાત તું કર યાર..!
નફરતની વાત ન કર યાર,
અમનના પૈગામની વાત તું કર યાર..!