STORYMIRROR

imran cool *Aman* Poetry

Romance

3  

imran cool *Aman* Poetry

Romance

લે હવે વસંત આવી છે..!

લે હવે વસંત આવી છે..!

1 min
276

એક ભમરો ફૂલને કહે છે મિલનની આ મોસમ આવી છે,

લે હવે વસંત આવી છે, પ્રીતની આ મોસમ આવી છે..!


રંગોની નવી ફોરમ લઈને જીવવાની નવી મોસમ આવી છે,

ગીત નવા ગાવા પ્રણયની નવી મોસમ આવી છે..!


ચારેતરફ લીલોતરીના શૃંગારમાં આવી છે,

ધરા પણ જાણે નવી નવેલી દુલ્હન બની આવી છે..!


ગુલમહોર પણ લાગે સંત જેવો લે હવે વસંત આવી છે,

પંખીઓના કલરવ ને નવા ફૂલોની મોસમ આવી છે..!


શેરી ગલી મહેક ઊઠી છે અમન નશીલી બનીને સાંજ આવી છે,

પુરબહારમાં ફૂલોની સાથે વસંત આવી છે..!


Rate this content
Log in

Similar gujarati poem from Romance