કસુંબી રંગ છવાયો છે..!
કસુંબી રંગ છવાયો છે..!


કસુંબી રંગ છવાયો છે જોને ગગનમાં,
મહેંદી રંગ લાગ્યો છે જોને આ ફલકમાં..!
પ્રીતની પાનેતર જાણે પહેરીને તું આવી
હૈયા રંગાણા આપણાં જાણે વસંતમાં..!
નેણ નશીલા તારા થયા છે કસુંબામાં,
અફીણી આંખો મદહોશ કરે છે જાણે નશામાં..!
એક થઈ જઈશું આપણે આ કસુંબીના રંગમાં,
કે તારા અધરની આ લાલી જાણે ઉપસી છે શરમમાં...!
થઇ મલંગ ઝૂમી ઊઠું હું 'અમન' તારી યાદમાં,
કે મેં પીધો છે કસુંબો અને રંગ ચડ્યો છે તારા ઇશ્કમાં..!