STORYMIRROR

imran cool *Aman* Poetry

Inspirational

3  

imran cool *Aman* Poetry

Inspirational

પાનખર જાય..!

પાનખર જાય..!

1 min
220

પાનખર જાય પછી જ નવા પાન આવે,

પીળાં પાન ખરે ને લીલા પાન આવે...!


ઋતુઓનું ચક્ર સદા અનંતકાળથી ચાલ્યું આવે,

માનવ માટે સદા આશીર્વાદ જ આવે..!


સુખ-દુઃખનું પણ ચક્ર છે નિરાલું એક જાય પછીજ બીજું આવે,

સુખદુઃખની સમજ ખુદા બધાને આવે..!


ઉતારચડાવ જીવનમાં બધાય ને આવે,

હેમખેમ પાર થવાય, સબ્રનો ગુણ જો આવે..!


તડકો છાંયડો તો ચાલ્યા કરે આવે,

શાંતચિંત હોય જો મન ઉકેલ એનો આવે..!


સુખ હોય તો ખુદા, બધાય ના વિચાર ભલે આવે,

કોઈક નો તો સાથ આપજે,  દુઃખ જ્યારે આવે..!


ડૂબતા ને તો એક તણખાનું પણ હોય છે મહત્વ 'અમન'

આશાની કિરણ જ્યારે બનીને ઈ આવે..!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational