STORYMIRROR

imran cool *Aman* Poetry

Romance

4  

imran cool *Aman* Poetry

Romance

એવો આભાસ થયા કરે..!

એવો આભાસ થયા કરે..!

1 min
224

તું છે આસપાસ એવો આભાસ થયા કરે,

જળની છે કે મૃગજળની પ્યાસ એવો આભાસ થયા કરે..!


રોઝબરોઝ બદલતાં ટ્રાફિકજામ ના દ્રશ્યો,

સાવ એકલો જ છું ગીચ વસ્તીમાં એવો આભાસ થયા કરે..!


નદી કિનારે રેત પર અનેક ચિત્રો દોર્યા કરું,

કલ્પિત છે કે સાચાં એવો આભાસ થયાં કરે..!


કાળા અષાઢી વાદળોમાં કોઈ ચહેરો ખીલ્યાં કરે,

પહેલું બુંદ જાણે સ્પર્શ કરે છે કો'ક એવો આભાસ થયા કરે..!


વરસતા મેઘ કાનમાં કૈક કહ્યા કરે,

અધૂરી જ રહેશે શું આપણી મહોબ્બત એવો આભાસ થયાં કરે..!


ઘણું બધું ચાલ્યા પછી પહોંચી ગયો છું મંઝિલે,

ખોટી છે સાવ આ મંઝિલ એવો આભાસ થયા કરે..!


સાવ એકલો જ નીકળી પડ્યો તો હું 'અમન' મારા માર્ગે,

કોઈને પણ ક્યાં ફેર પડે છે એવો આભાસ થયા કરે..!


Rate this content
Log in

Similar gujarati poem from Romance