STORYMIRROR

kusum kundaria

Drama Others

4  

kusum kundaria

Drama Others

કોયલ તણાં ટહુકે

કોયલ તણાં ટહુકે

1 min
246

ફાગણ લહેરાયો સખી કોયલ તણાં ટહુકે,

વગડોય હરખાયો સખી કોયલ તણા ટહુકે,


આ કુંજમાં કેવો નશો, છે ઘેનમાં વૃક્ષો,

જો ફાગ ઉજવાયો સખી કોયલ તણાં ટહુકે,


ચારે દિશામાં આજ છે આનંદની હેલી,

ઢોલીય લલચાયો સખી કોયલ તણાં ટહુકે,


માણી લઈએ મન ભરીને પર્વને આજે,

સંજોગ સર્જાયો સખી કોયલ તણાં ટહુકે,


ઝંઝટ બધી છોડી મજા લઈએ જીવનની જો,

આ હર્ષ વર્તાયો સખી કોયલ તણાં ટહુકે,


જો દર્દ સઘળાં આ હઠીલાં ભૂલવાના છે,

દર્દીય મલકાયો સખી કોયલ તણાં ટહુકે,


વીતી ગઈ વેળા હવે જો દુ:ખની પણ આ,

આ કોણ ભરમાયો સખી કોયલ તણાં ટહુકે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama