શોધું છું
શોધું છું
જોવુંં ના તમને અહીં તહીં, ત્યારે નસીબને કોસું છું,
બંધ નયનોએ સ્વપ્નમાં, તમને નિત બોલાવુંં છું.
આવતા નથી સપનામાં, ત્યારે પાંપણ પલાળું છું,
નામ લખી તમારું શ્વાસો ઉપર, હું સેતુ બાંધું છું.
મધરાતે હાથોની રેખાઓમાં, પણ તમને ફંફોસું છું.
તરડાયેલા સંબંધને જોડવા, કો’ક ફેવિક્વીક શોધું છું,
મારા દિલ લગી પહોંચવાનો રસ્તો આસન રાખું છું.
તમને મારી યાદ આવે, તેવો નવો નુસ્ખો કરું છું,
મૃગજળ પાર કરવા કાજે, આશાની નાવડી બનાવું છું,
બસ ઠાલા હલેસાથી મારી, હવે જીવન નૈયા ચલાવું છું.