STORYMIRROR

Krishna Mahida

Drama

4  

Krishna Mahida

Drama

શ્રદ્ધા મૂકતા ગયાં

શ્રદ્ધા મૂકતા ગયાં

1 min
279

પ્રભુ અમે તારામાં શ્રદ્ધા મૂકતા ગયાં

તને શોધવા અમે કયાં કયાં ન ગયાં,


શ્રદ્ધા ધરી મંદિર ગયા, મસ્જિદે પણ,

સાક્ષાત્કાર કરવા કો'ક હૃદય સુધી ગયાં,


શ્રદ્ધા વિશ્વાસે વહાણ હંકારીને આવ્યાં

પણ ખબર પડી કિનારે ખૂંટી મારી ને ગયાં,


માનવદેહે મન ચંચળ મૂકયું, વાંક કોનો,

ધ્યાન લગાવી અમે સમાધિ સુધી ગયાં,


જન્મારો ઓછો પડયો તને મારી શ્રદ્ધાનો,

તેથી અમે તો ચૌર્યાશી લાખ સુધી ગયાં,


ખાલી હાથે ભલે તે મોકલ્યા ધરતી પર,

પાસે તારી આવવાં, સત્કર્મો કરી ગયાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama