STORYMIRROR

Neha Desai

Drama

4  

Neha Desai

Drama

એમ ક્યાં ?

એમ ક્યાં ?

1 min
270


એમ ક્યાં કંઈ, 

સહેલાઈથી પ્રેમ થાય છે ?

જૂઓ તો, રસાયણોનું,

સમીકરણ, થાય છે !


પળભરમાં કોઈ, 

આંખનું રતન થાય છે,

ને, બીજી જ ક્ષણે, 

આંખનું કસ્તર થાય છે !


મિત્રોની ટોળીઓથી, 

જીવન તરબતર થાય છે,

તો, કોઈક એક, 

વળી, ખંજર થાય છે !


કોઈક પ્યાલો ઝેરનો પી ને, 

મીરાં થાય છે,

તો, કોઈક વિરહી રાધા,

જોજનો દૂર થાય છે !


લાગણી, ક્યારેક,

સમાજની શરમે,

બરબાદ થાય છે,

'ચાહત' વળી એમ ક્યાં, 

સહજ થાય છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Drama