વિધાતા
વિધાતા


છે તું જ તારો ભાગ્ય વિધાતા,
તું જ રચનાકર, તું જ અધિષ્ઠાતા,
તું જ બ્રહ્મ, તું જ છો નારાયણ,
તારે શેના પાઠ, કયાં પારાયણ?
તું જ તારું જ્ઞાન, તું જ તો વિજ્ઞાન,
તું જ આદી, મધ્ય અને અંત,
તું જ રામ તું જ રાવણ તારામાં,
તું સત તું જ અસત.
તું જ પ્રેમવર્ષા, તું જ દ્વેશાગ્નિ,
તું જ મુખગુહા, અને જઠરાગ્નિ,
તું જ કર્તા, ધર્તા, સમાહર્તા,
તું જ છે તારો ભાગ્યવિધાતા.