દેશ આપણો એક છે
દેશ આપણો એક છે
જુદી છે જાતિ ને જુદા છે ધર્મો,
વર્ગો તો અહીં અનેક છે તો પણ દેશ આપણો એક છે,
કાશ્મીરથી કન્યાકુમારી સુધી લહેરાતો તિરંગો એક છે,
કાયમ વીરતામાં ઝળકતો દેશ આપણો એક છે,
સરહદ પર કુરબાન થતા વીરો આપણા અનેક છે,
માતા તો એમની પણ છે પણ ભારત મા તો સૌની એક છે,
આઝાદીમાં દેશ પ્રત્યે લડનારા અનેક છે,
આફતો આવે જેટલી પણ ક્યારેય શીશના ઝૂકાવતો દેશ આપણો એક છે,
વીરતા ને સહનશીલતાનું પ્રતીક છે,
દેશનું રક્ષણ કરવા તૈયાર હરેક સૈનિક છે,
સરદારને ગાંધી જેવા લડવૈયાઓ આ દેશમાં અનેક છે,
એકતા ને અહિંસાનો સંદેશ આપતો દેશ આપણો એક છે.