દિવ્ય આશિષ
દિવ્ય આશિષ
મહાદેવી બોલ્યા...
મંઝિલ તારે જાતે શોધવી,
ના રાખવો કોઈનો આધાર,
પંગુ જ્યારે પરબત ચઢતો,
ઈશ્વર કૃપાથી સિદ્ધિ મેળવતો,
તારી દિશાને માર્ગદર્શન આપી,
બેટા, તારૂં કલ્યાણ ઇચ્છતી,
મધ્યમ દોર તારો એ લાવશે,
સુખ સમૃદ્ધિ હંમેશા દેખાડે,
જ્યારે દર્શન ઈશ્વરનું કરતો,
તને જીવનનો રસ્તો દેખાડશે,
ભૂલે જો માર્ગ તો, યાદ મને કરજે,
ઈશ્વરનું તું ધ્યાન નિત્ય કરજે.
