સાગરને ભેટવા આવે
સાગરને ભેટવા આવે
ખડગો પરથી વહીને સાગરને ભેટવા આવે,
ઉછળતી, કૂદતી સરિતા મને મળવા આવે,
રંગબેરંગી પતંગોથી આકાશ સપ્તરંગી લાગે,
ક્યાંક ફૂમતી તા તા થૈ થૈ ..ને નાચવા આવે,
જિંદગીને ચાહી-ચાહીને ખૂબ ચાહી સરવાળે,
શેષની શૂન્ય રાહોમાં કંટકોને બિછાવવા આવે,
સાથ છોડીને ચાલી ગયેલાને પસ્તાવો થાય છે,
પશ્ચાતાપના અશ્રુથી હૈયાને ભીંજવવા આવે,
માવઠાંની અસરથી શિયાળામાં ચોમાસું જામે,
ઉછળતા મોજાઓ નૈયાને ડગમગાવવા આવે.

