STORYMIRROR

Hiral Hemang Thakrar

Action Inspirational Thriller

3  

Hiral Hemang Thakrar

Action Inspirational Thriller

વેળા આવી

વેળા આવી

1 min
27K


અચાનક ફરમાન આવ્યું ને,

સરહદ પર જવાની વેળા આવી,


હાથની મહેંદી ભુસાઈ નથી ત્યાં,

નવોઢાને છોડી જવાની વેળા આવી,


નવજીવનનો પ્રારંભ થયો ત્યાં,

વિરહની વસમી આ વેળા આવી,


પતિ ધર્મને બાજુ પર મૂકી હવે,

દેશપ્રેમ નિભાવવાની વેળા આવી,


સો સલામ હો સૈનિક દંપતિને,

દેશ માટે ફના થવાની વેળા આવી.



Rate this content
Log in

Similar gujarati poem from Action