ફૂલ
ફૂલ
1 min
26.9K
એક સવારે મારું અવતરણ થયું,
પહેલા કળી ને પછી હું ફૂલ થયું.
ઝાકળની મેં ભીનાશ અનુભવી,
કુદરતનું સૌંદર્ય ભરપૂર માણ્યું.
મારા રંગ, રૂપ અને ફોરમ થકી,
સૌના આકર્ષણનું કેન્દ્ર હું બન્યું.
પ્રસંગની મેં શોભા જો વધારી,
વાતાવરણ જોને કેવું મહેંકી ઊઠ્યું.
આખરે મારું અસ્તિત્વ વિખરાયું,
વાંક બસ એટલો કે હું મૂરઝાય ગયું.
