પ્રિયતમ
પ્રિયતમ
1 min
14.2K
ભુલ થઈ ઓ પ્રિયતમજી,
કેમ કરીને બન્ને લડ્યા ?
જિદ્દી હઠીલા સ્વભાવ,
આપણને બન્નેને નડ્યા.
નાની અમથી વાત હતી,
બાળકોની જેમ વટે ચડ્યા.
એકબીજાના પ્રેમ ખાતર,
એકબીજા સાથે લડી પડ્યા.
મહેંદી રચી શણગાર સજ્યા,
શમણાઓ તો હેલે ચડ્યા.
હવે તો આવીજા પ્રિયતમ,
રાધા બોલાવે ઓ શામળિયા.

