STORYMIRROR

Hiral Hemang Thakrar

Others Tragedy

3  

Hiral Hemang Thakrar

Others Tragedy

અજનબી

અજનબી

1 min
26K


આકર્ષણનાં ઉન્માદને ચાલ જીવીએ,

ગમતીલા થવાના પાછા પ્રયત્નો કરીએ.


કલાકો સુધી પ્રણય ગોષ્ઠી કરીએ,

પસંદ ના-પસંદ ને જાણવાં મથીએ.


વાંક ને ભુલ તરફ બેધ્યાન થઈએ,

એકબીજાના વખાણ અઢળક કરીએ.


સુવર્ણક્ષણો ફરી ફરીને જીવીએ,

ચાલ એકવાર પાછા અજનબી બનીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Hiral Hemang Thakrar