STORYMIRROR

P. K. Davda

Action Drama Inspirational

3  

P. K. Davda

Action Drama Inspirational

મનાવો પછી રોજ હોળી મજેથી

મનાવો પછી રોજ હોળી મજેથી

1 min
25.8K


મનાવો પછી રોજ હોળી મજેથી,

(ભૂજંગી)

કરીને ભલે કાષ્ટ ભેળા બધેથી,

જલાવો તમે આજ હોળી મજેથી,

ઉડાડો ગુલાલો અને રંગ બીજાં,

અને માનજો બાળી નાખી બુરાઈ,


ભલે છેતરાઓ તમારી જ જાતે,

નથી નાશ પામી બુરાઈ જરાંએ,

હજી તો વધારે વધે છે બુરાઈ,

હજી આજ લોકો રહયાં છે લુંટાઈ,


હજી ટેક્ષ ચોરો મજાથી ફરે છે,

અને ભ્રષ્ટ નેતા હજીયે હસે છે,

ગરીબો તણાં ભાગનાં ખાઈ નાણાં,

હજી પ્રહલાદનાં બાપ છૂટા ફરે છે,


કરો નાશ આ દાનવોનો પહેલાં,

પછી છો ઉડાડો થઈ રંગ-ઘેલાં,

રંગો મુખ કાળાં ધુતારાં જનોનાં

મનાવો પછી રોજ હોળી મજેથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Action