STORYMIRROR

P. K. Davda

Others

3  

P. K. Davda

Others

ઘર બેઠે ગિરધારી

ઘર બેઠે ગિરધારી

1 min
27.5K


સાયબરની સફરે નીકળ્યો, કરી માઉસ પર સવારી,

ઇંટરનેટને આંગણે મારે ગોતવા હતા ગિરધારી.


યાહુ-ગુગલે સર્ચ આદરી, લખ્યું જ્યાં ગિરધારી,

આવી પહોંચી જાહેરાતો, 'વિથ બ્રાંડ નેમ’ ગિરધારી.


ફરી ફરીને સર્ચ કરી તો પ્રગટી ફોજ કુક્કીની સારી,

આવિ ગોપિ હોય નહિં, ને આવા નહિં ગિરધારી.


અંતે 'સાઈટ' મળી, ત્યાં આવિ 'રજીસ્ટર' ની બારી,

'લોગઈન'માટે ગોકુલ રાખ્યું 'પાસવર્ડ' કર્યું મોરારી.


દર્શન કરવા દખણા આપી ક્રેડિટકાર્ડથી સારી,

ક્લિક કર્યું ત્યાં મળવા આવ્યા રાધા ને ગિરધારી.


ધન્ય થયો હું દર્શન કરીને, ઘર બેઠે મળ્યા મોરારી

'ડાઉનલોડ' મેં કરી લીધું, ફ્રી દર્શન જીંદગી સારી.


Rate this content
Log in