ઝાંસીની રાણીની અસર
ઝાંસીની રાણીની અસર
ઝાંસીની રાણીની અસર
તમે કહો તે કારણ વાલમ, હું કહું તે બહાના?
વરસો સુધી કહ્યા કર્યું છે, બસ હવે રહોને છાના.
વારા ફરતી આવે વારો, તમારી પાછળ મારો,
વાત મજાની વરસો પહેલા, કહી ગયો કહેનારો.
વાત વાતમાં ભૂલો કાઢી, ફરી ફરી ધમકાવી,
મનમાં બોલી, “ભૂલ થઈ, હું શીદ આ ઘરમાં આવી?”
હવે તમારૂં કંઈ નહિં ચાલે, હું કહું તેમ કરશો,
નહિં માનો જો કહ્યું તમે, તો રોટલા વીણ રજડશો.
નહિં ચાલે અહીં જોર તમારૂં, વાત કહી મેં સાચી,
ગઈ કાલે રાતે, મેં વાતો લક્ષ્મીબાઈની વાંચી.
