નથી જન્મ લેવો
નથી જન્મ લેવો
1 min
28.1K
કહે કૃષ્ણ મારે નથી જન્મ લેવો,
નથી આજ ગીતા તણો પાઠ કહેવો.
હવે ચોરવા માખણ ક્યાં વધ્યું છે
ઈજારો બધો તો અમૂલને દીધો છે
હવે ગોપીઓને ન બંસી જગાવે,
હવે સેલ ફોનો તણાં સાદ આવે.
હવે ગોપીઓ રોજ કોલેજ જાતી,
નવા કા’ન શોધી નવા ગીત ગાતી.
હવે ચૂંટણીમા લડે કંસ જાજા,
લડે ચૂંટણીઓ મૂકી સર્વ માજા.
હવે પાંડવો કૌરવો એક ખૂંટે,
લડે ચૂંટણી ને પછી રાજ લૂંટે.
કહો આજ મારૂં અહીં કામ શું છે ?
કયાં ધર્મરાજા ? એ અર્જુન ક્યાં છે ?
-પી. કે. દાવડા
