STORYMIRROR

Meena Mangarolia

Action

4  

Meena Mangarolia

Action

રંગોળી

રંગોળી

1 min
287

પ્રિયે તારી તસ્વીરમાં હું ભરું અનેક રંગ,

પણ એક ભરું મારા પ્રેમની સરવાણીનો રંગ,

કોઈના તોલે આવે મારા પ્રેમનો અમૂલ્ય રંગ,

     

પ્રિયે, તારી જિંદગીની રંગોળીમાં કયો રંગ ઓછો પડ્યો, કે તારે મને વીસરી જવું પડે ?

લાલ રંગ ભરું જે જીવનને બનાવે કંકુવરણું,


પ્રિયે, તારું બોલકુ મન આજ કેમ મૌન થઈ ગયું, કે મને વારંવાર ટહૂકા કરવા પડે ?

લીલો રંગ ભરું જે જીવનને બનાવે હરિયાળું,


પ્રિયે, આજ તું મધુર સપનામાં પણ ચૂપ ચૂપ છે, કે મારે પાંપણને ઝબકાવી પડે ?

કેસરી રંગ ભરું જે જીવનને બનાવે કેસૂડાંની જેમ કેસરભીનું,


પ્રિયે, તારું મુખડું પણ આજ બહું ઉદાસ છે કે મારે તને વારંવાર હાસ્ય રેલાવવું પડે ?

પીળો રંગ ભરું જે જીવનને બનાવે પીતાંબરી હળદરિયું,  


પ્રિયે, તું આજ મારાથી રિસામણાં શાને રાખે કે, મારે તને વારંવાર મનાવવો પડે ?

વાદળી રંગ ભરું જે જીવનને બનાવે શ્યામકર્ણ,


પ્રિયે, એકવાર કહી દે મને કે તું શાને મુજથી મૂંઝાય, કે મને પારાવાર તકલીફ પડે ?

ગુલાબી રંગ ભરું જે જીવનને બનાવે મધુરું,


પ્રિયે, હંમેશ વહાલનો વરસાદ વરસાવ્યો છે અરસ પરસ પર, કે હવે શાને વેદના વેઠવી પડે ?

મોરપીંછ રંગ ભરું જે જીવનને બનાવે મેઘધનુષ,


પ્રિયે, વ્હાલપની વેલડીમાં તરબોળ થયા આપણે, કે હવે તારે શાને મનમાં મૂંઝાવું પડે ?

જીવનના રંગ ભરું જે જીવનને બનાવે સૂરસંગમ.


Rate this content
Log in

Similar gujarati poem from Action