ગમતી ઋતુ
ગમતી ઋતુ
મસ્ત મજાની સ્ફૂર્તિદાયક ૠતુ ઠંડી-ઠંડી,
મનમોજીલી ઉત્સાહ ભરતી ઋતુ રંગીલી,
મળે જલપાન સૌને ગરમાગરમ રોજ,
આરોગ્ય માટે કરતા પ્રભાતે મનમોજ,
ભરતી સૌમાં ઉમંગને વધારતી જુસ્સો,
મળે તાજી શાકભાજી પરિવારમાં ન ગુસ્સો,
ન કોઈ થકાનને તનને મળતી રોજ કસરત,
કરતા સૌ કાર્ય વધુનેવધુ મન રહે કાર્યરત,
રાત્રે જોવા મળે રસ્તાઓ પર તો તાપણું,
ઘરમાં ખાય સૌ નિત નવું-નવું ગરમ વસાણું,
ગમતી ઋતુ આ શિયાળા કેરી જનજનને,
ક્રોધ ચડે જો સૌને, પલંગમાં ન ધાબળો મળે.
