Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dishu Patel

Tragedy Action Inspirational

4  

Dishu Patel

Tragedy Action Inspirational

એમ માણસ જોઈએ

એમ માણસ જોઈએ

1 min
674


શબ્દોનો હોબાળો નહિ, મન નિખાલસ જોઈએ;

દરેક સંબંધોમાં વ્યક્તિ પૂરેપૂરું સાલસ જોઈએ !


ક્યાં સુધી ઠેબા ખાતા રહેવું અંધારામાં અંધ બની;

જાતને જલાવી લેવાનું, જાત જેવું ફાનસ જોઈએ !


કેટલા ચહેરાઓ છે છેતરામણા મોહરા પહેરેલા;

સાવ સાચુકલું એકાદું તો એમ માણસ જોઈએ !


એ કેવું કે પોતે જ નિર્ણય લઈ લેવો ખુદાની હેસિયતથી;

મારી જિંદગીમાં એને મારાથી વધારે રસ જોઈએ !


એકાદ રોકાય તો રોકી જુઓ, આખીયે ક્ષણ જિંદગીની;

હર ક્ષણે જીવનને 'સ્વાહા' કહેવા કેટલું સાહસ જોઈએ !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy