STORYMIRROR

Dishu Patel

Inspirational

4  

Dishu Patel

Inspirational

માણસ નથી !

માણસ નથી !

1 min
323

પૈસાને સત્તાનો જેને રૂઆબ છે એ બધું છે માણસ નથી

તડફડમાં જેનો દરેક જવાબ છે એ બધું છે માણસ નથી


વાતવાતમાં પોતાની આપબડાઈ કરી પ્રશંસા કરતો ફરે છે

કોઈના ભોગે પૂરા કરે ખ્વાબ છે એ બધું છે માણસ નથી


ધર્મનો કરતો જે દેખાવને ભીતરે ભરપૂર ગંદકીનું રાજ છે

અવરને રંક ગણે પોતે નવાબ છે એ બધું છે માણસ નથી


શોષણ જેનો હોય મુદ્રાલેખ અભિમાનથી જે ચકચૂર છે

કિન્નાખોરીને બદલો અસબાબ છે એ બધું છે માણસ નથી


માત્ર પોતાનું વિચારીને જીવનની મહેફિલોને માણનાર છે,

શયતાનનો દઈ શકાય ઈલ્કાબ છે એ બધું છે માણસ નથી


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational