સ્ત્રી
સ્ત્રી
તું સાંભળજે બધાનું પણ, કરજે પોતાના મનનું,
બધા તો ઘણું કહેશે, ઘણી સલાહ આપશે,
એમાં થોડા તાના પણ હશે, તો થોડી મજાક પણ,
એ તારે નક્કી કરવાનું કે, તારે કોનું સાંભાળવાનું,
પપ્પાએ બહુ છૂટ આપી રાખી છે,
મમ્મીએ તો મોઢે ચડાવેલી છે,
બસ પોતાનું જ ધાર્યું કરે છે,
કોઈની પણ વાત આને અસર નથી કરતી,
એ સાચું હોય કે ખોટું, એ તું જાતે જ નક્કી કરજે,
આટલી સફળ થઈને શું કરશે ?
આખરે તો કોઈનું ઘર જ સંભાળશે,
એકવાર પરણી જશે પછી જ સમજાશે,
જવાબદારી માથે આવશે એટલે આપોઆપ જ બદલાઈ જશે,
ભવિષ્યમાં તારે શું નિર્ણય લેવા, એના વિચાર તું જાતે કરજે,
તું ફક્ત દીકરી, બહેન, પત્ની કે માટે નથી, એ પહેલા તું એક સ્ત્રી છે,
બધાને આપવાના સમયમાંથી થોડો પોતાના માટે પણ રાખજે,
અવિરત વહેતી પ્રેમની નદી છે તું થોડો પ્રેમ પોતાના માટે પણ રાખજે,
એક સ્ત્રી તરીકે જન્મ લીધો છે, પોતે સ્વતંત્રતાથી કેમ જીવવું એ નિર્ણય તું જાતે કરજે.
