દરિયા કીનારે
દરિયા કીનારે
મંદ મંદ વાતો પવન અને લહેરાતાં મોજાં પણ જાણે એક નીરવ શાંતિનો અહેસાસ કરાવે છે,
એટલે જ તો પ્રવાસીઓના ટોળેટોળા દરિયા કાંઠે નિરાંત માણવા આવે છે,
અદભૂત છે નજારો અહીંયાનો કોઈ ટેન્શન તો કોઈ નિરાંતની પળો માણવા આવે છે
કંઈક તો છે આ દરિયામાં દેખાવે શાંત અને ભીતરથી ઊંડાણ ધરાવે છે,
દોડે છે માણસ પૈસા પાછળ છતાં શાંતિ મેળવવા લોકો દરિયા કિનારે આવે છે
દુનિયાભરની ખારાશ લઈને બેઠો છે છતા પણ એ અદ્ભુત નજારો બતાવે છે.