Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dishu Patel

Drama Inspirational

3  

Dishu Patel

Drama Inspirational

આવરણ અલગ છે

આવરણ અલગ છે

1 min
1.1K


ક્યાં છે જીવાતી જિંદગી એક જેવી, મરણ પણ અલગ છે;

ઘટના એક જ હો ભલે, તારા ને મારા સ્મરણ અલગ છે !


આંખો ઉપર પાંપણોના દરવાજાઓ, ભીતરમાં છૂપાયેલા રાઝ;

આખી દુનિયા સપનાંઓની, ને પાણીમાં વિવરણ અલગ છે !


ક્યાંક ચુંબક જેવું, ક્યાંક ધૂળમાં પડતા છલકાતા જળ જેવું;

સાવ ધૂંધળા પડછાયાઓનું આકાર સાથે આકર્ષણ અલગ છે !


નશ્વર હોવું કે ઈશ્વર હોવું બંને બધી જ ઘટનાઓથી પર નથી;

શ્વાસો તો માત્ર નિમિત્ત છે, નિરંતર જીવનનું કારણ અલગ છે !


ધુમાડો આગમાંથી નીકળ્યા પછી સમીધ રાખ બની રહી જાય;

સ્મશાનમાં હોમાતા હર શરીરોનું હકીકતમાં અર્પણ અલગ છે !


આંખો અંધ હોવાથી હકીકતો બદલાઈ તો નથી જવાની કાળે;

પોતાના માટે એક ને બીજા માટે હર ચહેરાનું દર્પણ અલગ છે !


તર્પણ કરી દીધા પછી હર ઋણથી મુક્ત થઈ જવાતું હોત;

કોને ખબર હર ઘટનાઓ પાછળ કર્મોનું આવરણ અલગ છે !


Rate this content
Log in

Similar gujarati poem from Drama